Tuesday, August 7, 2018

બાળકોની યાદશક્તિ વધારવા માગો છો? તો અપનાવો આ ટિપ્સ

Image result for child memory


યાદ રહેશે તો જ આગળ વધશે'. આ રીતની કેટલીક પંચલાઈન આપણે રોજ ટીવીમાં આવતા જુદા જુદા વિજ્ઞાપનમાં સાંભળતા હોઇએ છીએ, આ પ્રકારની પંચલાઇન બાળકોમાં મેમરી પાવર વધારનાર બાળકો માટેના એનર્જી પાવર ડ્રિન્કના વિજ્ઞાપનની હોય છે. આ વિજ્ઞાપન સાંભળીને આપ તેને ખરીદી લેશો પરંતુ શું આ એનર્જી ડ્રિન્ક ખરા અર્થમાં કામ કરતા હોય છે? આ પ્રશ્નનો જવાબ ખરા અર્થમાં કોઇ પાસે નથી હોતો ત્યારે જો આપ આપના બાળકનો મેમરી પાવર ખરા અર્થમાં વધારવા માંગતા હોય તો પ્રોપર ડાયટની સાથે આટલું પણ કરો

-મગજની કસરત કરાવો
બાળકની યાદશક્તિ વધારવા માટે પેરેન્ટસ તેના ડાયટ પર પુરતું ધ્યાન આપે છે પરંતુ આટલું પુરતું નથી. જો આપ ખરા અર્થમાં બાળકની યાદશક્તિ વધારવા માંગતા હો તો તેમના મગજની કસરત કરાવો. ઉદાહરણ તરીકે બાળકોને તમે જ્યારે ફરવા લઇ જાવ ત્યારે બાળકને એ જગ્યા અંગેનું પુરતી જાણકારી આપો, ત્યારબાદ બીજે દિવસે બાળકને એ જ સ્થળના સંદર્ભે સવાલ કરો.
-ગેઈમ્સ દ્રારા મગજ કસાવો
બાળકના મગજની કસરત કરાવવા માટે લેફ્ટ- રાઇટ ગેઈમ્સ ખૂબ જ કારગર સાબિત થાય છે. જી હાં બાળકને અમુક રમકડાં આપી દો અને આ રમકડાને લેફ્ટ-રાઇટ સાઇડ કરવાનું બાળકને કહો. આ રીતે કરવાથી બાળકના બ્રેઇનની સારી એવી કસરત થશે. આ રીતની એકસરસાઈઝ કરવાથી બાળકનું માઇન્ડ એ સમય દરમિયાન એલર્ટ રહેશે અને મેમરી પાવર પણ વધશે.
-શબ્દ-નંબરનો ખેલ
આપ જાણો છો કે, ભાષામાં બે પ્રકારના અક્ષર હોય છે સ્વર અને વ્યંજન. હવે બાળકને આ અક્ષરની સાથે જોડાયેલી રમત રમાડો. પેપર પર એક બોક્સ બનાવો અને તેમાં અગ્રેજીના એટલાક અક્ષરો લખો. બાળકને આ અક્ષરમાંથી કેટલાક અક્ષર પર ટિક કરવાનું કહો. આવી આંકડા કે શબ્દની રમત રમાડવાથી બાળકને આંકડાકીય અને ભાષાના અક્ષરોનું જ્ઞાન પણ વધશે અને સાથે-સાથે તેના બ્રેઇનને એક્સરસાઈઝ પણ મળશે.

-ઘરના કામ દ્રારા શીખવો
બાળકને ઘરના કામ દ્રારા પણ બ્રેઇનની એક્સરસાઈઝ આપી શકાય છે. જેમકે બાળકને તેમના રમકડાં બેડ રૂમના અમુક ડ્રોવરમાં મૂકવાનું કહો. બીજે દિવસે તેમણે મૂકેલા રમકડાં ત્યાંથી લાવવાનું કહો. આ રીતે બાળકને નાના-નાના કામ સોંપીને પણ તેમના મગજને કસી શકાય છે. આ રીતે તેમની યાદશક્તિની ટેસ્ટ પણ થઇ જશે અને તેના મગજની એક્સરસાઈઝ પણ થઈ જશે.

No comments:

Post a Comment

Featured Post

બાળકોની યાદશક્તિ વધારવા માગો છો? તો અપનાવો આ ટિપ્સ

યાદ રહેશે તો જ આગળ વધશે'. આ રીતની કેટલીક પંચલાઈન આપણે રોજ ટીવીમાં આવતા જુદા જુદા વિજ્ઞાપનમાં સાંભળતા હોઇએ છીએ, આ પ્રકારની પંચલાઇન...

Popular