Wednesday, July 25, 2018

કલરફુલ મીણબતી બનાવવાનું જાણો છો તો આ રીતે કરો બિઝનેસ

  • કલરફુલ મીણબતી બનાવવાનું જાણો છો તો આ રીતે કરો બિઝનેસ
    મીણબત્તી બનાવીને કરો કમાણી
    પૂજાઘરમાં જે સ્થાન દીવાનું છે તે સ્થાન ચર્ચમાં મીણબત્તીનું હોય છે. દિવાળી, નાતાલ જેવા સામાજિક-ધાર્મિક તહેવારો 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી જેવાં રાષ્ટ્રીય પર્વોની ઊજવણીમાં મીણબત્તીનો વપરાશ વધી જાય છે. ગામડાંઓમાં વીજકાપ હોય એ વખતે મીણબત્તીનો વપરાશ વધે છે. શહેરોમાં સાદી મીણબત્તી એ મધ્યમ વર્ગની મહિલા માટે આવકનું સાધન છે તો સુંગંધીદાર કલાત્મક મીણબત્તી (એરોમેટિક કેન્ડલ) બનાવવી એ શ્રીમંત મહિલા માટે શોખનો અને કલાનો વિષય છે. એટલા માટે એવું કહી શકાય કે શહેર હોય કે નાનકડું ગામ ટચૂકડી મીણબત્તીનું માર્કેટ ઘણું મોટું છે. તમે પણ ઘરે બેઠાં મીણબત્તી બનાવીને આવક ઊભી કરી શકો છો.
  • કેટલું મૂડી રોકાણ કરવું પડે?

    દર મહિને કરવો પડતો ખર્ચ
    અનુ. નંબરવિગતકુલ કિંમત (રૂ)
    1કાચો માલ9,000
    2બે વ્યક્તિનો પગાર ખર્ચ(60 રૂપિયા રોજ લેખે) 25 દિવસ3000
    3લાઇટ બિલ600
    4પેકિંગ ખર્ચ1500
    5ઘસારા ખર્ચ300
    6રિપેર, સ્ટોર્સ અને અન્ય વપરાશની વસ્તુ વગેરે200
    7અન્ય ખર્ચ200
    દર મહિને કરવો પડતો કુલ ખર્ચ14,800

    એકવારનું  મૂડી રોકાણ
    • આ વ્યવસાય કરવા માટે 15’x10ની બાંધકામવાળી જગ્યા જોઇએ. જો તમારી માલિકીની જગ્યા ન હોય તો તે ભાડે રાખવી પડે.


    જરૂરી મશીનો અને સાધનો
    અનુ. નંબરવિગતસંખ્યાકુલ કિંમત (રૂ)
    1મીણબત્તીનાં એેલ્યુમિનિયમનાં જુદી જુદી સાઇઝનાં બીબાં620,000
    22 સ્ટવ અને 1- સગડી 1,000
    3ત્રાજવાં, તોલા, ઇનેમલ જગ, કડાઇઓ, વાસણો, કાતર, છરી વગેરે 3000
    4બેચ તથા કિંમત છાપવાનું મશીન14000
    5ફર્નિચર- ટેબલ,ખુરશી, સ્ટૂલ, ઘોડા, કબાટ વગેરે 6000
    એકવારનું કુલ મૂડીરોકાણ34000

     

    દર મહિને વેચાણ દ્વારા થતી કમાણી
    જુદી જુદી સાઇઝની મીણબત્તી દરરોજ 60 ડઝન બનાવાય અને મહિનાના 25 દિવસ આ કામ કરવામાં આવે તો સરેરાશ 1500 ડઝન મીણબત્તી વેચાય. એક ડઝન મીણબત્તીનો ભાવ  30 રૂપિયા લેખે મહિને કુલ 48,000 રૂપિયાની મીણબત્તી વેચાય.


    દર મહિને થતો અંદાજિત નફો 
    અનુ. નંબરવિગતકુલ કિંમત (રૂ)
    1મહિનાનું કુલ વેચાણ45,000
    2દર મહિને કરવો પડતો કુલ ખર્ચ14,800
    મહિનાનો ચોખ્ખો નફો30,200


    બિઝનેસ કરવા માટે બેન્ક લોન મળે?
    હા. એક મહિનાના મોરેટોરિયમ પીરિયડ પછી 36મહિનાના હપ્તામાં લોન ભરપાઇ કરવી પડે. આ લોનનો વ્યાજ દર હાલમાં જેટલો હોય તેટલો લાગુ પડે.
  • આર્થિક મદદ ક્યાંથી મળે?
    પ્રધાનમંત્રી મુદ્રા યોજના
     નાના પાયાના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે.
    આ યોજના અંતર્ગત તમામ સરકારી અને ખાનગી બેંકોમાંથી 25 હજારથી 1 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે. 
    નોન-કોર્પોરેટ અને નોન ફર્મ/માઇક્રો એન્ટરપ્રાઇસને 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.
     લોન ભરપાઇ કરવા માટેની મુદત પાંચ વર્ષ સુધીની છે.
     વ્યાજના દરની રેન્જ : 10 %થી 18% છે.
    આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો.( https://www.mudra.org.in/)
     
    ઘર દીવડા યોજના 
    આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને વ્યવસાય કરવા માટે લોન અને સબસીડી આપવામાં આવે છે. 
     બેન્કેબલ લોન માટે બેન્કોને રૂપિયા 50,000 રૂપિયા સુધીની લોન માટેની ભલામણ કરવામાં આવી છે. 
    આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સ્તરના આર્થિક વિકાસ નિગમના ફિલ્ડ ઓફિસરનો સંપર્ક કરવો.

    મહિલા ઇ-હાટ યોજના 
    મહિલા ઇ-હાટ પ્લેટફોર્મ એવી યોજના છે, જેમાં મહિલાઓ ઘરે બેઠાં બિઝનેસ કરી શકે છે અને ઓનલાઈન તેમની પ્રોડક્ટને વેચી શકે છે. 
    જો તમે ઘરે જ્વેલરી ડિઝાઇન, જ્યુટ પર્સ, બેગ કે કોઇ પણ વસ્તુ બનાવતા હો તો મહિલા ઇ-હાટ યોજના થકી પ્રોડક્ટ ઓનલાઇન વેચી શકો છો. 
    આ માટે કોઇ પણ પ્રકારની રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની નથી હોતી.
    આ પ્રોડક્ટ ખરીદવા માટે ગ્રાહક ઇ-હાટના પોર્ટલ પ્લેટફોર્મ પર તમારો સંપર્ક કરશે અને તમે સરળતાથી પ્રોડક્ટ વેચી શકો છો.

    મહિલા સમૃદ્ધ યોજના
    પછાત વર્ગની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ આ યોજના શરૂ કરવામાં આવી છે. 
    આ યોજના હેઠળ મહિલાને કોઇપણ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્રારા 50,000 સુધીની લોન મળે છે.
      વ્યાજનો વાર્ષિક દર 4 ટકા રહેશે.
    આ લોન વ્યાજ સહિત 48 સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
    અરજદારના કુંટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.98,000થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ.1,20,000થી ઓછી હોવી જોઇએ.
     આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો. (https://sje.gujarat.gov.in/gbcdc/showpage.aspx?contentid=1456&lang=gujarati)

    ન્યુ સ્વર્ણિમા યોજના 
    આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને વ્યવસાય કરવા માટે   1,00,00 સુધીની લોન મળે છે.
    મહિલાનાં કુંટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તા૨ માટે રૂ. 98,૦૦૦ થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ.1,20,૦૦૦ થી ઓછી હોવી જોઇએ.
     આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક 5 ટકા રહેશે.
     આ લોન વ્યાજ સહિત 60 મહિનામાં હપ્તેથી ભરપાઇ કરવાની રહેશે.
    આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવો.
    આ યોજનાનો લાભ લેવા માટે આ લિંક પર ક્લિક કરો (https://sje.gujarat.gov.in/gtkvn/showpage.aspx?contentid=1448&lang=gujarati)

    નારી કેન્દ્ર યોજના
    આ યોજના હેઠળ  પરંપરાગત વસ્તુઓના વેચાણ માટે સ્ટોલમાં 50 ટકા રાહત મળે છે. 
    આ યોજનાનો આદિજાતિની મહિલાઓ લાભ લઇ શકે છે .
    આ યોજનાનો લાભ લેવા માટે સંબંધિત વિસ્તારના પ્રયોજનના વહીવટદાર અધિકારીનો સંપર્ક કરવો.

    પ્રદર્શન સહ વેચાણ યોજના
    આ યોજના હેઠળ તમામ મહિલાઓને વેચાણ માટે ફ્રી સ્ટોલ મળે છે.
    જુદા-જુદાસ્થળોએ યોજાતા રાજ્યકક્ષાઅને આંતરરાષ્ટ્રીય કક્ષાનામેળામાં ફ્રીસ્ટોલ ફાળવવામાં આવે છે.
    આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ વિભાગનો સંપર્ક સાધવો.
    આ વ્યવસાયિક કોર્ષની તાલીમ ક્યાંથી લઇ શકાય?
    ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લા અને તાલુકામાં કૌશલ્યવર્ધન કેન્દ્ર (KVK) અને ITIના કેન્દ્રોની સુવિધા છે. જ્યાંથી વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ મળી શકે છે.
    આ તાલીમ કેન્દ્રોનો લાભ લેવા માટે તમે નજીકના(KVK) અથવા ITI કેન્દ્રનો સંપર્ક કરો.
    વધુ માહિતી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો. (http://talimrojgar.gujarat.gov.in/2014/default.aspx#.Wx-bD4ozbIV)
  • કેટલી કમાણી થઇ શકે?
    આ વ્યવસાય દ્વારા તૈયાર મીણબત્તી નાં વેચાણથી લગભગ દર મહિને 20,000 – 30,000 રૂપિયાની કમાણી થઇ શકે છે. 

    યુઝફુલ ટિપ્સ
    • આકર્ષક અવનવી ડિઝાઇન્સ અને કલર્સમાં મીણબત્તી અને મીણનાં કોડિયાં બનાવી શકાય.
    • તહેવારોની દરમિયાન વિવિધ પ્રકારની મીણબત્તીઓ જથ્થાબંધ બનાવવી.
    • વિદેશોમાં મીણબત્તીનો વપરાશ વધારે પ્રમાણમાં થતો  હોવાથી તમે માલ એક્સપોર્ટ પણ કરી શકો છો.

No comments:

Post a Comment

Featured Post

બાળકોની યાદશક્તિ વધારવા માગો છો? તો અપનાવો આ ટિપ્સ

યાદ રહેશે તો જ આગળ વધશે'. આ રીતની કેટલીક પંચલાઈન આપણે રોજ ટીવીમાં આવતા જુદા જુદા વિજ્ઞાપનમાં સાંભળતા હોઇએ છીએ, આ પ્રકારની પંચલાઇન...

Popular