મશીનથી પાપડ બનાવી ઘરે બેઠા કરો પાપડનો બિઝનેસ
મશીનથી પાપડ બનાવવાપાપડનો ઉપયોગ ભોજન સમયે ઘરમાં, હોટલમાં, રેસ્ટોરાંમાં, લોજમાં, તથા નાના મોટાં પ્રસંગે અને પાર્ટીઓમાં થાય છે. આપણે ત્યાં તૈયાર પાપડનું ચલણ વધી ગયું છે. તેથી દેશ-પરદેશમાં પાપડની ડિમાન્ડ ઘણી વધારે રહે છે. આ માંગને પહોંચી વળવા માટે તમે હાથે બનાવેલા પાપડના બદલે મશીનથી પાપડ બનાવવાનો બિઝનેસ કરીને સરસ કમાણી કરી શકો છો. મશીન દ્વારા પાપડ ઉપરાંત મઠિયા અને ખાખરા પણ બનાવી શકાય. શહેરના પ્રોવિઝન સ્ટોર્સમાં, ગામમાં કરિયાણાની દુકાનોનો સંપર્ક કરીને પાપડનો છૂટક અને જથ્થાબંધ બિઝનેસ કરી શકો છો. તમે શરૂ કરેલો આ બિઝનેસ જાહેરખબર અને યોગ્ય માર્કેટિંગ દ્વારા વધારી શકો છો.- કઇ રીતે બિઝનેસ શરૂ કરી શકાય?શું હોવું જોઇએ?
- સ્વતંત્ર રીતે આ વ્યવસાય કરી શકો છો. ઓછામાં ઓછી 200 સ્ક્વેર ફૂટની બાંધકામવાળી કે ખુલ્લી જગ્યા જોઇએ. જો તમારી માલિકીની આ જગ્યા ન હોય તો ભાડે લેવી પડે.
- બિઝનેસ શરૂ કરતાં પહેલાં મશીન બનાવતી કંપની પાસેથી તાલીમ મેળવી લેવી જોઇએ.
- સિંગલ ફેઝનું વીજજોડાણ હોવું જોઈએ.
કઇ રીતે મશીન દ્વારા પાપડ બનાવાય?સૌ પ્રથમ અડદને ઘંટીમાં દળીને લોટ બનાવવામાં આવે છે. તે લોટમાં જરૂરી મરી-મસાલા, મીઠું અને ખારો (બેકિંગ સોડા) હિંગ તથા યોગ્ય પ્રમાણમાં પાણી નાખીને મિશ્રણને લોટ બાંધવાના મશીનમાં નાખવામાં આવે છે. મશીનમાં લોટ બંધાઇ ગયા પછી ગોળ રોલ તૈયાર થઇને બહાર નીકળે છે. તૈયાર થયેલા રોલને લુવા કટિંગ મશીનની મદદથી માપના લુવા પાડવામાં આવે છે. આ લુવાને પ્રેસ મશીન પર પ્રેસ કરતાં નાની ગોળ સાઇઝ તૈયાર થાય છે. તેને બે પીવીસી શીટ વચ્ચે રાખીને પાપડ વણવાના મશીન પર પાપડ વણવામાં આવે છે. ત્યારબાદ પાપડને સૂકવીને પેક કરવામાં આવે છે.એક મહિનામાં કેટલું પ્રોડક્શન કરી શકાય?એક મશીનની કેપેસિટી દરરોજના 66 કિલો પાપડનું ઉત્પાદન કરવાની છે. એક મહિનાના 25 દિવસ લેખે ગણતાં મહિને 1650 કિલો પાપડ બનાવી શકય. શરૂઆતમાં 60 ટકા જેટલું પ્રોડક્શન કરી શકાય. એટલે મહિને કુલ 1000 કિલો પાપડ બનાવી શકાય.આના માટે લાઇસન્સની જરૂર પડે?ઘરે બેઠા આ બિઝનેસ શરૂ કરો તો કોઇ પણ પ્રકારના લાઇસન્સની જરૂર પડતી નથી. પણ જો દુકાન શરૂ કરો તો ‘ગુમાસ્તા ધારા’ના લાઇસન્સની જરૂર પડે.મારો વ્યવસાય શહેરમાં ચાલે કે ગામડાંમાં ?
આ ઉદ્યોગ નાનાં-મોટાં શહેર અને ગામડાંમાં એમ બંને જગ્યા એ કરી શકાય. - કેટલું મૂડી રોકાણ કરવું પડે?જરૂરી મશીનો અને સાધનોએકવારનું મૂડીરોકાણ
આ વ્યવસાય કરવા માટે 200 સ્ક્વેર ફૂટ જગ્યા જોઇએ. આ કામ તમે ઘરે બેસીને કરી શકો છો. જો ઘરે બેસીને કામ કરવાની અનુકૂળતા ન હોય તો જગ્યા ભાડે લેવી પડે પણ પોતાની માલિકીની જગ્યા હોય તો વધારે સારું.દર મહિને કરવો પડતો ખર્ચ
દર મહિને થતું વેચાણદર મહિને 1000 કિલો પાપડનું ઉત્પાદન કરો અને 1 કિલોના 110 રૂપિયાનો ભાવ ગણો તો કુલ વેચાણ 1,10,000 રૂપિયાનું થઇ શકે.દર મહિને થતો અંદાજિત નફોબિઝનેસ કરવા માટે બેન્ક લોન મળે?હા. છ મહિનાના મોરેટોરિયમ પીરિયડ પછી 60 મહિનાના હપ્તામાં લોન ભરપાઇ કરવી પડે. આ લોનનો વ્યાજ દર હાલમાં જેટલો હોય તેટલો લાગુ પડે. - આર્થિક મદદ ક્યાંથી મળે?પ્રધાનમંત્રી મુદ્રા યોજના
- નાના પાયાના બિઝનેસને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે.
- આ યોજના અંતર્ગત તમામ સરકારી અને ખાનગી બેંકોમાંથી 25 હજારથી 1 લાખ રૂપિયા સુધીની લોન મળી શકે છે.
- નોન-કોર્પોરેટ અને નોન ફર્મ/માઇક્રો એન્ટરપ્રાઇસને 10 લાખ રૂપિયા સુધીની લોન મળે છે.
- લોન ભરપાઇ કરવા માટેની મુદત પાંચ વર્ષ સુધીની છે.
- વ્યાજના દરની રેન્જ : 10 %થી 18% છે.
- આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો.(https://www.mudra.org.in/)
ઘર દીવડા યોજના- આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને વ્યવસાય કરવા માટે લોન અને સબસીડી આપવામાં આવે છે.
- બેન્કેબલ લોન માટે બેન્કોને રૂપિયા 50,000 રૂપિયા સુધીની લોન માટેની ભલામણ કરવામાં આવી છે.
- આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સ્તરના આર્થિક વિકાસ નિગમના ફિલ્ડ ઓફિસરનો સંપર્ક કરવો.
મહિલા ઇ-હાટ યોજના- મહિલા ઇ-હાટ પ્લેટફોર્મ એવી યોજના છે, જેમાં મહિલાઓ ઘરે બેઠાં બિઝનેસ કરી શકે છે અને ઓનલાઈન તેમની પ્રોડક્ટને વેચી શકે છે.
- જો તમે ઘરે જ્વેલરી ડિઝાઇન, જ્યુટ પર્સ, બેગ કે કોઇ પણ વસ્તુ બનાવતા હો તો મહિલા ઇ-હાટ યોજના થકી પ્રોડક્ટ ઓનલાઇન વેચી શકો છો.
- આ માટે કોઇ પણ પ્રકારની રજિસ્ટ્રેશન ફી ચૂકવવાની નથી હોતી.
- આ પ્રોડક્ટ ખરીદવા માટે ગ્રાહક ઇ-હાટના પોર્ટલ પ્લેટફોર્મ પર તમારો સંપર્ક કરશે અને તમે સરળતાથી પ્રોડક્ટ વેચી શકો છો.
મહિલા સમૃદ્ધ યોજના- પછાત વર્ગની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ આ યોજના શરૂ કરવામાં આવી છે.
- આ યોજના હેઠળ મહિલાને કોઇપણ વ્યવસાય શરૂ કરવા માટે સરકાર દ્રારા 50,000 સુધીની લોન મળે છે.
- વ્યાજનો વાર્ષિક દર 4 ટકા રહેશે.
- આ લોન વ્યાજ સહિત 48 સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
- અરજદારના કુંટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તાર માટે રૂ.98,000થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ.1,20,000થી ઓછી હોવી જોઇએ.
- આ યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો. (https://sje.gujarat.gov.in/gbcdc/showpage.aspx?contentid=1456&lang=gujarati)
ન્યુ સ્વર્ણિમા યોજના- આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી મહિલાઓને વ્યવસાય કરવા માટે 1,00,00 સુધીની લોન મળે છે.
- મહિલાનાં કુંટુંબની વાર્ષિક આવક ગ્રામ્ય વિસ્તા૨ માટે રૂ. 98,૦૦૦ થી ઓછી અને શહેરી વિસ્તાર માટે રૂ.1,20,૦૦૦ થી ઓછી હોવી જોઇએ.
- આ યોજનાઓમાં વ્યાજનો દર વાર્ષિક 5 ટકા રહેશે.
- આ લોન વ્યાજ સહિત 60 મહિનામાં હપ્તેથી ભરપાઇ કરવાની રહેશે.
- આ યોજનાનો લાભ લેવા માટે જિલ્લા સમાજ કલ્યાણની કચેરીનો સંપર્ક કરવો.
- આ યોજનાનો લાભ લેવા માટે આ લિંક પર ક્લિક કરો (https://sje.gujarat.gov.in/gtkvn/showpage.aspx?contentid=1448&lang=gujarati)
નારી કેન્દ્ર યોજના- આ યોજના હેઠળ પરંપરાગત વસ્તુઓના વેચાણ માટે સ્ટોલમાં 50 ટકા રાહત મળે છે.
- આ યોજનાનો આદિજાતિની મહિલાઓ લાભ લઇ શકે છે .
- આ યોજનાનો લાભ લેવા માટે સંબંધિત વિસ્તારના પ્રયોજનના વહીવટદાર અધિકારીનો સંપર્ક કરવો.
પ્રદર્શન સહ વેચાણ યોજના- આ યોજના હેઠળ તમામ મહિલાઓને વેચાણ માટે ફ્રી સ્ટોલ મળે છે.
- જુદા-જુદાસ્થળોએ યોજાતા રાજ્યકક્ષાઅને આંતરરાષ્ટ્રીય કક્ષાનામેળામાં ફ્રીસ્ટોલ ફાળવવામાં આવે છે.
- આ યોજનાનો લાભ લેવા માટે ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ વિભાગનો સંપર્ક સાધવો.
આ વ્યવસાયિક કોર્ષની તાલીમ ક્યાંથી લઇ શકાય?- ગુજરાત સરકાર દ્વારા દરેક જિલ્લા અને તાલુકામાં કૌશલ્યવર્ધન કેન્દ્ર (KVK) અને ITIના કેન્દ્રોની સુવિધા છે. જ્યાંથી વ્યવસાયલક્ષી કોર્સની તાલીમ મળી શકે છે.
- આ તાલીમ કેન્દ્રોનો લાભ લેવા માટે તમે નજીકના(KVK) અથવા ITI કેન્દ્રનો સંપર્ક કરો.
- વધુ માહિતી મેળવવા માટે આ લિંક પર ક્લિક કરો.
- (http://talimrojgar.gujarat.gov.in/2014/default.aspx#.Wx-bD4ozbIV)
- કેટલી કમાણી થઇ શકે?આ વ્યવસાય દ્વારા લગભગ દર મહિને 20000 - 30000 રૂપિયાની કમાણી થઇ શકે છે.યુઝફુલ ટિપ્સ
- પાપડનો લોટ બાંધતા તેમાં પ્રિઝર્વેટિવ આઇટમ યોગ્ય પ્રમાણમાં નાખવાથી લાંબા સમય સુધી પાપડ બગડતા નથી.
No comments:
Post a Comment